આ સમારંભ દરમિયાન બિગ બી કંટાળી ગયા કેમકે એવોર્ડ સમારંભમાં બીએમએના હોદ્દેદારોએ તેમને એવોર્ડ આપતા પહેલા અને પછી લાંબા અને નિરસ ભાષણોનો મારો ચલાવ્યો હતો.
2/5
33 વર્ષના લાંબા સમય બાદ બિગ બી વડોદરાના મહેમાન બન્યા હતા, લોકોમાં ભારે ઉત્સાહ હતો, પરંતુ આ ઉત્સાહ પર પાણી ત્યારે ફરી વળ્યુ, જ્યારે બિગ બી એવોર્ડ સમારંભમાં માત્ર ૨૦ મિનીટનુ જ લેક્ચર આપ્યુ. આ લેક્ચરમાં તેમને પોતાના જીવનની જુની અને વ્યક્તિગત વાતો કરી હતી.
3/5
ઉલ્લેખનિય છે કે એબીસીએલ કોર્પોરેશન નામથી બચ્ચને એક કંપની શરૃ કરી હતી અને તેમાં ભાર ેનુકસાન થતાં બચ્ચન દેવાના ડુંગર નીચે દબાઇ ગયા હતા એટલે સ્વાભાવિક છે કે એવોર્ડ સમારંભમાં આ વાતના ઉલ્લેખથી બચ્ચન વ્યથીત થયા હતા. જે બાદ સમારંભના અંતે પણ વોટ ઓફ થેંક્સના ભાષણ વખતે પણ બચ્ચનને સ્ટેજ પર ઉભા રાખવામાં આવ્યા હતા. તેથી પણ તેઓ કંટાળ્યા હતા.
4/5
ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ હર્ષવર્ધન નિયોટીયાએ તો બચ્ચનના આવકાર વક્તવ્યમાં ૨૦ મિનિટ સુધી બચ્ચનના જન્મથી આજ સુધીની જાણીતી વાતો જ કરી હતી અને દરમિયાન તેઓએ એબીસીએલ કોર્પોરેશનની વાતનો ઉલ્લેખ કરતા જ બચ્ચનના હાવભાવ બદલાઇ ગયા હતા.
5/5
વડોદરાઃ બૉલીવુડના બિગબી ગણાતા અમિતાભ બચ્ચેન વડોદરાની મુલાકાતે આવ્યા, આ દરમિયાન વડોદરાવાસીઓને તેમનો જોવાનો અને સાંભળવાનો લ્હાવો લીધો, જોકે એક ઘટના એવી બની જેને લઇને ખુદ અમિતાભ બચ્ચન પણ કંટાળી ગયા હતા.