આ અંગેની વિગતો એવી છે કે, જગદીશ ઠાકોર પત્ની અનિતા સાથે શહેરના ગોત્રી વિસ્તારમાં રહે છે અને ડ્રાઇવિંગનું કામ કરે છે. અનિતાને આ જ વિસ્તારની એક મહિલા સાથે પરિચય થયો હતો. આ પરિચય પછી પારીવારિક સંબંધમાં બદલાયો હતો. આ મહિલા તેના પતિ સાથે બહારગામ જાય ત્યારે તેમની 11માં ધોરણમાં ભણતી દીકરીને અનિતાના ઘરે મૂકી જત હતા. જગદીશ-અનિતા પણ તેનું ધ્યાન રાખતા હતા.
2/4
વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં યુવકે પત્નીની મદદથી ધોરણ-11માં અભ્યાસ કરતી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા ચાર મહિનાથી સગીરા પર યુવક બળાત્કાર ગુજારતો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં સમગ્ર ઘટના સામે આવી છે.
3/4
દરમિયાન જગદીશે સગીરાને વોટ્સઅપ કરીને આઇલવયુનો મેસેજ પણ કર્યો હતો. આ બધાની વચ્ચે અનિતાએ સગીરાને પોતાના ઘરે જમવા બોલાવી હતી. સગીરા ઘરે આવતાં અનિતાએ તેને લાફો માર્યો હતો અને ઘરમાં ધકેલી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.
4/4
આ સમયે જગદીશ ઘરમાં જ હતો અને આ તકનો લાભ લઈ તેણે સગીરા પર પરાણે બળાત્કાર ગુજાર્યો હતો. આ સીલસીલો છેલ્લા ચાર મહિનાથી ચાલતો હતો. જોકે, જગદીશ-અનિતા વચ્ચે ઝઘડો થતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. સગીરાની માતાએ જગદીશ અને અનિતા સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી બંનેની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.