વડોદરા: વડોદરા જિલ્લા ભાજપનાં મહિલા મોરચાનાં મંત્રીએે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. જેના પગલે તેમની પોસ્ટ વાયરલ થઇ હતી. વડોદરા જિલ્લામાં ભાજપ મહિલા મોરચાના મંત્રી ટીનીબેન ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. પરંતુ અટલ બિહારી વાજપેયી હાલ એઇમ્સમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત પણ સુધારા પર છે અને તેમને જલ્દી જ એઇમ્સમાંથી રજા પણ આપવામાં આવી શકે છે. કોપી પેસ્ટ મેસેજમાં ભાજપના આ મંત્રી ભાન ભૂલ્યા હતા.
2/2
વાજપેયીનું રૂટીન ચેકઅપ અને મેડિકલ તપાસ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત વર્ષથી અટલ બિહારી વાજપેયીનું રૂટિન ચેકઅપ એમ્સમાં થાય છે. પૂર્વ પીએમ વાજપેયી વર્ષ 2009થી બીમાર છે અને તેમને હલન-ચલન માટે વ્હીલચેયરનો ઉપયોગ કરવો પડે છે.