બાવળાના ઢેઢાર ગામે તાંત્રિક વિધિની લાલચે કરાઈ હત્યા, LCBએ 5ની કરી ધરપકડ, જાણો સમગ્ર ઘટનાનો ચિતાર, જુઓ વીડિયો
અમદાવાદ: બાવળાના વાસણા ઢેઢાળ ગામે બે દિવસ અગાઉ આધેડ ની હત્યા કરેલી લાશ મળી આવાના મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પાંચ આરોપીઓ ની હત્યાના કેસમાં ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ માં સામે આવ્યું છે કે પૈસાના સો ગણા વધુ કરી આપવાની તાંત્રિક વિધિને કારણે હત્યા કરવામાં આવી છે
પોલીસે ઘરપકડ કરેલી આરોપી ગેંગ 50 હાજરના 5 લાખનો વરસાદ કરી આપનાર આ ગેંગે મૃતક ચિનુ પરમારને કહ્યું હતું કે 50 હજાર આપશો તો 5 લાખ નો વરસાદ થશે જેના માટે મહાદેવના મંદિરે એક વિધિ કરવી પડશે અને વિધિ માટે કાળું લાલ કપડું લીંબુ મરચા અને પૂજાનો સામાન લાવવાનો રહેશે આ વાત ને લઈને આરોપીઓએ વિધિ શરુ કરી એ પહેલા મૃતકને કહ્યું હતું કે 50 હજાર આપો એટલે વિધિ કરીએ પણ પહેલા 50 હજાર આપવાનો ઈંનકાર કરતા ઝગડો થયો હતો અને ચીનુ પરમારનું મોત થયું હતું.
આ ગેંગએ છેલા ત્રણ વર્ષથી આ પ્રકાર ની છેતરપિંડી કરી રહી છે અને છેલા બાર માસ માં 12 થી પણ વધુ ગુનાઓ કરેલ છે જેમાં ગાંધીનગર , ફાગવેલ , મોડાસા સહીત ગુજરાત ના નાય ગામોમાં આ પ્રકારે ગુના આચરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે ત્યારે પોલીસે આ કેસ ને લઇ ને વધુ તાપસ શરુ કરી છે