સરકાર દારૂબંધી માટે નવા કાયદા બનાવ્યા છે ત્યારે દારૂની હેરાફેરી કરનાર બુટલેગરનો વીડીયો વાઈરલ
એકતરફ સરકાર દારૂબંધી માટે નવા કડક કાયદા બહાર પાડી રહી છે. ત્યારે આ બધી વાતો વચ્ચે જ એક વિડીયો વાયરલ થયો છે.આ વિડીયો છે શાહીબાગ વિસ્તારનો. કે જ્યાં એક ગ્રાહક બુટલગેર પાસે દારૂ ખરીદવા જાય છે અને આ ગ્રાહક બુટલેગરને કહે છે કે તેને શાહીબાગ વિસ્તારમાં દારૂનો ધંધો શરૂ કરવો છે. ત્યારે બુટલેગર પણ જવાબ આપે છે કે તેના માટે શાહીબાગ પોલીસસ્ટેશનના પીઆઇ કિરણ દેસાઇને સાચવવા પડશે અને દર મહિને વ્યવહાર સાચવી લેવો પડશે. નવાઇની વાત તો એ છે કે દારૂની ડિલિવરી પણ અસારવા પોલીસ ચોકીની સામે જ થતી હોવાનું આ વિડીયોમાં દેખાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલા અસારવામાં દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યાં છે તેમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી ત્યારે આ વાયરલ વિડીયો બાબતે ઉચ્ચ અધિકારી સ્થાનિક જવાબદાર પોલીસ અધિકારી સામે કોઇ કાર્યવાહી કરશે કે કેમ તે પણ સવાલ ઉભો થયો છે.