બીજેપીના નેતાએ મોદીના રોડ-શો પર કરી ટીકા, ખોટા ભભકાની ક્યાં જરૂર છે
નવી દિલ્લી: ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેતા શત્રુધ્ન સિંહાએ ફરિ એકવાર અપ્રત્યક્ષ રીતે પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે. સમાચાર એજંસી એએનઆઈની ખબર મુજબ સિંહાએ નામ લીધા વગર પીએમ મોદીની બનારસ યાત્રા પર નિશાન સાધતા કહ્યું, ‘ તમારામાં આત્મવિશ્વાસ છે, તમારી પાસે સ્ટાર કેંપેનર્સ છે, જલેબી ખાવાવાળા લીડરો છે તો ભભકો કરવાનો શું મતલબ? આ કોઈ નિરાશા તરફ સંકેત આપે છે. આ તો કેવી નિરાશા?
શત્રુધ્ન સિંહા પટના સાહિબથી ભાજપના સાંસદ છે, પરંતુ તેમને પાર્ટીમાં અડવાણી ગૃપના માનવામાં આવે છે. તેઓ ધણી વખત પીએમ મોદીને લઈને નારાજગી જાહેર કરી ચુક્યા છે. આ વખતે તેમને પાંચ રાજ્યોની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સામેલ નથી કરાયા.





















