શોધખોળ કરો

Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યા

Jamnagar News: જામનગર જિલ્લાના લાલપુર ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રેમ પ્રકરણમાં એક મહિલાની નૃશંસ હત્યા કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના દિયર-ભાભી વચ્ચેના અનૈતિક સંબંધને કારણે બની છે.

મેધપર પોસ્ટના જાખર ગામમાં ચોંકાવનારી ઘટનામાં એક યુવકે પોતાની ભાભીની હત્યા કરી ફરાર થઈ ગયો છે. મળતી માહિતી મુજબ, વિજયસિંહ મોઢા નામના આરોપીએ રાત્રિના સમયે પોતાની ભાભી રીનાબા બળવંતસિંહ સોઢાને માથાના ભાગે માર મારી હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી વિજયસિંહ પોતાની સ્પેલન્ડર પ્લસ મોટરસાઇકલ લઈને જાખર ગામની સીમ તરફ નાસી ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી અને મૃતક વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. જે બાબતે મૃતકના પતિએ વાંધો ઉઠાવતા બંને વચ્ચે ઝઘડા થતા હતા. આ જ ખાર રાખી આરોપીએ આ ઘાતક કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસની એફઆઈઆર અનુસાર, ગુન્હો બી.એન.એસ. કલમ- ૧૦૩ મુજબ તે એવી રીતે કે, આ કામેના આરોપી કે જે ફરીયાદીના નાના ભાઇ હોય અગાઉ તેને અને ફરીયાદીની પત્ની વચ્ચે પ્રેમ સબંધ બંધાયેલ હતો બાદ ફરીયાદીએ પોતાની પત્ની આ કામેના મરણજનારને સમજાવતા તેઓ માની ગયેલ હતા અને ફરીયાદીના કહેવા મુજબ આરોપીથી દુર રહેતા હતા અને આ કામેના આરોપી વિજયસિંહના કહ્યા મુજબ કશુ કરતા ન હતા કે તેનુ કહ્યુ માનતા ન હતા જે બાબતેનો ખાર રાખી આ કામેના આરોપીએ ફરીયાદીની પત્ની રીનાબા ઉ.વ.૩૦ વાળા ઉપર પથ્થરથી હુમલો કરી મોઢા ઉપર તથા કપાળ ઉપર વિગેરે જગ્યાએ માર મારી ખુન કરી નાંખ્યું હું.

પોલીસ ઈન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલના માર્ગદર્શન હેઠળ મેઘપર પોલીસ બનાવની તપાસ કરી રહી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget