Amreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?
અમરેલી શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કથિત દુષ્કર્મ મામલે થઈ રહેલ નિવેદનબાજી અને અફવાઓ પર આજે અમરેલી જિલ્લા પોલીસ વડા એ પરદો પાડી દીધો છે.. અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા શુક્રવારે સવારે આ મામલે એક પત્રકાર પરિષદ યોજી હતી અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી..
અમરેલી શહેરમાં કથિત દુષ્કર્મ થયું હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી.. આ મામલે રાજકીય ગરમાવો આવ્યો હતો અને કોંગ્રેસના જેની ઠુમમર એ આ મામલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી તપાસની માંગ કરી હતી.. તો ભાજપના પુર્વ સાંસદ નારણ કાછડીયાએ પણ આ જ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી ને પત્ર લખીને તપાસ માગી હતી... જો કે ત્રણ દિવસ ના આ ઘટનાક્રમ પર અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોંફરન્સ યોજી સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે જે મહિલા અને જે વ્યક્તિ પર આક્ષેપ થઈ રહ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે.. જે સ્થળ પર આ ઘટના બની હોવાની આરોપ લાગી રહ્યા છે તે સ્થળ તપાસ કરવામાં આવી છે સ્થાનિક રહીશોના નિવેદનો લેવામાં આવ્યા હતા.. પરંતુ આ પ્રકારની કોઈ ઘટના ન બની હોવાનું સામે આવ્યું હોવાનું જીલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું