શોધખોળ કરો
Gujarat assembly bypoll: આજે કોગ્રેસના તમામ ઉમેદવારો અને ભાજપના બે ઉમેદવારો ફોર્મ ભરશે
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat assembly bypoll) માટે કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે. કૉંગ્રેસે લીંબડી સિવાય તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આજે કૉંગ્રેસના અબડાસા, મોરબી, કરજણ, ગઢડા, કપરાડા, ડાંગ ((Dang), ધારી બેઠકના ઉમેદવારો ફોર્મ ભરશે. કરજણ બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર (congress candidate) કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતીલાલ સંઘાણી, મોરબી બેઠક પરથી જયંતિભાઈ પટેલ, ધારી બેઠક પરથી સુરેશ કોટડિયા, ગઢડા બેઠક પરથી મોહનભાઈ સોલંકી ઉમેદવારી નોંધાવશે. કૉંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. તો ભાજપના મોરબી બેઠક પરથી (BJP candidate) ઉમેદવાર બ્રિજેશ મેરજા અને લીંબડી બેઠક પરથી ભાજપના કિરીટસિંહ રાણા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.
આગળ જુઓ





















