Hu to Bolish | હું તો બોલીશ | કરપ્શન કેપિટલ રાજકોટ?
રાજકોટ ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડને લઈને સીટ કોર્ટમાં એક લાખ પેજનું ચાર્જસીટ ફાઇલ કરી.15 આરોપીઓની ધરપકડ કરાઈ હોવાનો ઉલ્લેખ. 30થી વધુ સાક્ષીઓના 164 મુજબના નિવેદનો લેવાયા. મુખ્ય સાક્ષીઓમાં નજરે જોનાર વ્યક્તિઓના નિવેદન નોંધાયા. ગેમઝોનના કર્મચારીઓ, કેટલાક ઈજાગ્રસ્ત દર્દીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા. મુખ્ય સંચાલક પ્રકાશ હિરણના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરાઈ. CAની નિમણૂંક કરી સંચાલકોના બેન્કિંગ વ્યવહારો, ટ્રાન્ઝેક્શન, આઈટી રીટર્ન, GDT રિટર્ન અંગે તપાસ. ગેમઝોનમાં આગ વેલ્ડીંગના કારણે લાગી હોવાનો ઉલ્લેખ. વેલ્ડીંગ કરતા સમયે તણખો પડતા ફોર્મ અને લાકડાંને કારણે આગે વિકરાળ સ્વરૂપધારણ કર્યું હોવાનો ઉલ્લેખ.એક માત્ર ભાજપના કોર્પોરેટ નીતીન રામાણીનું નિવેદન નોંધવામાં આવ્યું.
રાજ્યની સૌથી દર્દનાક માનવસર્જિત રાજકોટ અગ્નિકાંડને બે મહિના પૂર્ણ થઇ ગયા છે. આ કાંડની તપાસ માટે સરકારે ત્રણ-ત્રણ સ્પેશલ ઇન્વેસ્ટીગેશન ટીમો બનાવી. આ સીટની તપાસમાં માત્ર રાજકોટ મનપાના અધિકારીઓ ઝપટે ચડ્યા.પરંતુ તેમને પીઠબળ પૂરું પાડનારા પદાધિકારી કે મોટા માથા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે એસીબીએ પણ તપાસના નામે નાટક રચ્યું હોય તેમ એસીબીની તપાસ પણ સાગઠિયાની 28 કરોડની બેનામી સંપત્તિથી આગળ વધી શકી નથી. માત્ર ને માત્ર મનપાના અધિકરીઓને જવાબદાર ઠેરવી ધરપકડ કરવામાં આવી. પરંતુ કોઈ પણ IAS-IPS કે રાજકીય નેતાઓ સામે નામ માત્ર પણ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે એવું સ્પષ્ટ થાય છે કે, અગાઉ વિપક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે SITની ટીમ તપાસના નામે નાટક કરી રહી છે.આ વાત સાચી હોય તેમ લાગી રહ્યું છે.