![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવો
અમદાવાદમાં સાત સ્થળોએ હોર્ડિંગ લગાવવા માટે ચિત્રા અને ઝવેરી એન્ડ કંપનીએ 600 જેટલા વૃક્ષો કાપી નાંખ્યા...અમદાવાદ કોર્પોરેશને બંને એજન્સીઓને 22 દિવસ અગાઉ નોટીસ અને 50 લાખનો દંડ ફટકાર્યો હતો...સાથે 2 હજાર રોપા રોપવાનો પણ આદેશ કર્યો હતો...પરંતુ 22 દિવસ થઈ ગયા બંને એજન્સીઓ પૈકી એક પણ એજન્સીએ દંડનો એક રૂપિયો પણ ચૂકવ્યો નથી....એટલું જ નહીં જાહેરાતના હોર્ડિંગ્સ પણ દૂર કરવામાં નથી આવ્યા..
અમદાવાદમાં પોલિટેક્નિકથી IIM સુધી 250 કરોડના ખર્ચે 2 બ્રિજની મંજૂરી આપવામાં આવી છે...જેમાં એક બ્રિજની કામગીરીમાં 166 વૃક્ષ નડતરરૂપ હતા....જેને કાપવા માટે AMCની ટીમ પહોંચી...તો સ્થાનિકોએ વિરોધ કર્યો...છતાં પણ 2 વૃક્ષ કાપી નાંખવામાં આવ્યા....આ મુદ્દે ગાર્ડન વિભાગનું કહેવું છે કે, નિયમ પ્રમાણે જ બ્રિજ બનશે અને તબક્કાવાર વૃક્ષ પણ દૂર કરાશે....બ્રિજ બન્યા બાદ સર્વિસ રોડ ઉપર ફરી વૃક્ષ ઉગાડવાની કામગીરી AMC કરશે..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કર્યું છે...આ અંતર્ગત ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વૃક્ષારોપણ કરી નાગરિકોને વૃક્ષો વાવવા માટે જાગૃત્ત કર્યા...
![Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/eb51f732d7893c01dccbf599b4a9efd817197658952491012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)