Hu to Bolish | હું તો બોલીશ | ક્યાં પહોંચ્યો વરસાદ?
ભાવનગર જિલ્લો... જ્યાં આજે મહુવા... પાલિતાણા... અને જેસર તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ...જેસર તાલુકામાં મૂશળધાર વરસાદને લઈ નદી-નાળામાં નવા નીર આવ્યા... તો ખેતરો પણ થયા પાણીથી તરબોળ....જેસર તાલુકાના તાતણિયા... કંદમગિરિ... ભંડારિયા... વડાળ... મોરચુપણા... અયાવેજ સહિતના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ...પાલિતાણા તાલુકામાં પણ મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી.... સવારથી પાલિતાણામાં હતો બફારો... બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો...પાલિતાણા તાલુકાના હસ્તગિરિ... ડુંગરપુર... જીવાપુર.. રોહિશાળા સહિતના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ... મહુવા તાલુકાના વાવડી... કોટિયા... કળમોદર... મોણપર.. બગદાણા સહિતના ગામો થયા પાણી-પાણી...
બોટાદ શહેરમાં મેઘમહેર... બોટાદ શહેરના પાળિયાદ રોડ.. ભાવનગર રોડ... ગઢડા રોડ... ટાવર રોડ... સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ...બોટાદ જિલ્લામાં ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે... વરસાદ ન વરસતા બે વખત વાવણી નિષ્ફળ ગઈ છે... અને ત્રીજી વખત વાવણી કરી છે...એવામાં હવે વરસાદી માહોલથી બોટાદમાં ખેડૂતો પરથી સંકટ દૂર થયું છે...