Hun to Bolish | હું તો બોલીશ | સોશલ મીડિયાના ફર્જીવાડાથી સાવધાન
થોડા સમય પહેલાં એક્સ ઉપર એવી પોસ્ટ થઈ હતી કે જેમાં કેટલાંક વાહનો ખાડામાં પડે છે અને તેના કારણે વાહનો ફંગોળાઈ જાય છે. આ સમગ્ર વીડિયોની સાથે ગુજરાતનું નામ જોડવામાં આવ્યું હતું. તપાસમાં આ વીડિયો ફેક હોવાનું અને સામેની દુકાન પણ ભારતની ન હોવાનું બહાર આવ્યું. આ સમગ્ર મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વીડિયો નડિયાદમાં રહેતા પ્રશાંત દલવાડી નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો મૂળ તાઈવાન હતો. આ સમગ્ર મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ પ્રશાંત દલવાડીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રશાંત પોતે વેપારી છે અને તે ખૂબ જ સારો અંગ્રેજી ભાષાનો જાણકાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુબેરખાન પઠાણ નામના શખ્સની હત્યા થઈ હતી. આ મુદ્દે કિરપાલસિંહ ગોહિલ નામના શખ્સે સોશલ મીડિયા પર કોઈ અન્ય રાજ્યનો વીડિયો ગુજરાતનો બતાવી વાયરલ કર્યો. સુરત પોલીસના ધ્યાને આવતા વીડિયો વાયરલ કરનાર કિરપાલસિંહ નામના શખ્સ પર ગુનો નોંધાયો. જો કે ત્યારબાદ કિરપાલસિંહે પણ પોસ્ટ હટાવી અને સુરત પોલીસની માફી માંગતા કહ્યું કે, આ વીડિયો આંધ્રપ્રદેશનો છે. ગુજરાતનો હોવાની મારી સમજફેર થઈ હતી.