Hun To Bolish | હું તો બોલીશ | જાતિ આધારિત જનગણનાથી જીત કોની?
Hun To Bolish | હું તો બોલીશ | વર્ષ 1881માં દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી થઈ......છેલ્લા 1931માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી...જે મુજબ ગુજરાતમાં OBC જ્ઞાતિની 52 ટકા વસ્તી હતી....હાલ OBCમાં સમાવેશ જાતિની કેટલી વસ્તી તેનો કોઈ સત્તાવાર આંકડો નથી....ગુજરાતમાં અંદાજે 146 જાતિ-જ્ઞાતિ છે...દેશમાં કુલ 5 હજાર જાતિ છે અને 25 હજાર જેટલી પેટા જાતિ છે....આઝાદી પછી માત્ર SC-STની ગણતરી થાય છે....
નિયમ 102 હેઠળ છેલ્લા દિવસના પ્રસ્તાવમાં કોંગ્રેસ પક્ષ તરફથી આજે વિધાનસભામાં ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રસ્તાવ રજૂ કર્યો...જો કે, તેમનો પ્રસ્તાવ નામંજૂર કરાયો..અમિત ચાવડાની માગ હતી કે, ભાજપ સરકારની નીતિ... યોજનાઓમાં ચોક્કસ વર્ગ અને વિસ્તારને પ્રાથમિક અપાય છે... અને વંચિત જાતિઓ સાથે ભેદભાવ થાય છે..આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જવાબ આપ્યો કે, સત્તા દેખાતી ન હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનું હથિયાર લઈને નીકળ્યા છે...કૉંગ્રેસના શાસનમાં કેમ જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરાવી....1947થી આજ સુધી કોંગ્રેસે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રાખી છે....લાંબા સમય માત્ર રાજ કરવા અંગ્રેજો પાસેથી કોંગ્રેસ આ શીખી છે.
જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે એક તરફ ગુજરાત સરકારનું કહેવું છે કે વસ્તીગણતરીની સત્તા કેન્દ્રના હાથમાં હોય છે...તો બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે, કલેક્શન ઓફ સ્ટેટેસ્ટિક એક્ટ-2008 હેઠળ રાજ્ય સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરી શકે છે...