Hun to Bolish | હું તો બોલીશ | ચાર પગનો આતંક!
અમદાવાદમાં ફરી જોવા મળી રહ્યો છે ચાર પગનો આતંક. વાનરો બાદ હવે ઉંદરોનો આતંક જોવા મળી રહ્યો છે.
સરસપુરમાં આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટી આસપાસ લાંબા સમયથી ઉંદરોએ આતંક મચાવેલો છે. સ્થિતી એવી છે કે સોસાયટીમાં રહેતા લોકો કરતા ઉંદરોની સંખ્યા વધુ છે. ઉંદરો વડ,લીમડા અને પીપળાના થડથી લઈ ઘરવખરી કોતરી ખાય છે. સાથે જ ચોમાસાની ઋતુમાં પ્લેગ ફાટી નીકળવાનો પણ ભય પણ સ્થાનિકોને છે.
પ્રશાસનને રજૂઆત કરી તો, ઉડાઉ જવાબ આપવામાં આવ્યો.જેથી સ્થાનિકોએ જાતે ઉંદરોને પકડવા માટે ઠેક ઠેકાણે પાંજરા લગાવતા જોવા મળ્યા. અને પાંજરામાં એક જ દિવસમાં 60 ઉંદરો પકડવામાં આવ્યા.
જો કે આ પહેલા વસ્ત્રાપુર તળાવની દીવાલો ઉંદરોએ કોતરી નાખતા AMCને 5.15 કરોડનો ખર્ચ કરવો પડયો. એટલું જ નહીં જમાલપુર વિસ્તારમાં પાણીની લાઈન અને રોડ કોતરી નાખતા 5 કરોડનો ખર્ચ કરવાની વચ્ચે વધુ એક વિસ્તારને ઉંદરોએ બાનમાં લીધો છે. આ પહેલા 50 વર્ષ જુનો કાલુપુરનો બ્રિજ ઉંદરોએ કોતરી ખાધો હતો. બ્રિજની જમીન અને દીવાલ પર બાકોરા પાડ્યા હતા. અને બ્રિજ પરની લોખંડની ગ્રીલ પણ કોતરી ગયા. બ્રિજના રિપેરિંગ પાછળ 3.14 કરોડનો ખર્ચ કરાયો હતો.