Hun to Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા મુન્નાભાઈ MBBS?
સુરતમાં એક-બે નહીં. બલકે 17થી વધુ ઝડપાયા બોગસ ડોક્ટર. સુરતમાં મુન્નાભાઈ MBBSનો રાફડો ફાટ્યો. અને એટલે જ સુરત SOGના પોલીસ કર્મી દર્દી બનીને બોગસ ડોક્ટર પાસે પહોંચ્યા. જે બાદ નકલી ડોક્ટરોનો પર્દાફાશ થયો...
પાંડેસરા અને ડીંડોલીમાંથી 17 બોગસ ડોક્ટરોને દબોચી લીધા. સ્લમ વિસ્તારમાં ગરીબોને ટાર્ગેટ કરી ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હતા. SOGની ટીમ જ્યારે અલગ અલગ દવાખાનાઓમાં પહોંચી ત્યારે આ ઝોલાછાપ ડોક્ટરો દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. આ બોગસ તબીબો દર્દીઓ પાસેથી 150થી 200 રૂપિયા લઈ તેમને સારવાર પણ આપતા હતા. ક્લિનિકમાંથી ઈંજેક્શન સહિત દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. SOGની ટીમે 4 ટીમ બનાવી પાંડેસરા અને ડીંડોલીમાં સપાટો બોલાવ્યો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે આ તમામ બોગસ તબીબોએ ધોરણ 10 થી 12 સુધી જ અભ્યાસ કર્યો છે.. કેટલાય એવા છે જેઓ અગાઉ કોઈ તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા અને ત્યાંથી નાનુ મોટું કામ શીખ્યા હતા.