Hun to Bolish | હું તો બોલીશ | ટ્રાફિકના નિયમોમાં યુ-ટર્ન કેમ?
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને મહત્વનો આદેશ કર્યો. કે 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. હેલ્મેટના નિયમોનું ફરજિયાત ચુસ્તપણે પાલન કરવામાં આવે. ટુ વ્હીલર ચાલક અને તેની પાછળ બેસનારે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેશે. ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા કરવા હાઇકોર્ટે સરકારને ટકોર કરી. આ ઉપરાંત કોર્ટે નોંધ્યું કે, સીસીટીવી કેમેરાની મદદથી માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી નહીં થઈ શકે. સાથે જ જવાબદાર અધિકારીઓ મનસ્વી રીતે વર્તશે એ પણ ચલાવી નહીં લેવાય. સરકારને ટકોર કરતાં કોટે એમ પણ નોંધ્યું કે, નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. કોર્ટે આદેશ કર્યો કે, નેશનલ હાઇવેથી શહેરને મળતા રસ્તાઓ ઉપરના ટ્રાફિક નિયમન બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ ટાંક્યું કે. હાઇવે પર થતા અકસ્માતોના આંકડા ચોંકાવનારા છે. અને રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અરજદાર તરફથી રજૂઆત કરાઈ કે. હાઈવે પર બનેલા ફ્લાઈઓવરના નીચેના રસ્તાઓ પર બે ધડક રોંગ સાઈડ વાહનો ચાલે છે. ઈસ્કોન સર્કલ નજીક જ AMTS - GSRTCની બસો સ્ટોપ થાય છે, ઈસ્કોન બ્રિજ નજીકના સાંકડા રોડ પર જ GSRTCનું ટિકિટ કાઉન્ટર છે. વૈષ્ણોદેવીથી ગોતા સુધીના રોડ પર રાહદારીઓ અને વાહનચાલકો માટે ક્રોસિંગ પણ નથી જેથી લોકો રોંગ સાઈડ જાય છે. આ તમામ મુદ્દે કોર્ટે 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરી રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો છે.