શોધખોળ કરો
મોડાસાની CA થયેલી 22 વર્ષીય યુવતીએ સંસાર ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો, જુઓ વીડિયો
અરવલ્લી: મોડાસાની રહેવાસી અને ચાર્ટડ એકાઉંટ થયેલી ધ્વનિ સમીરભાઈ શાહ આગામી 10માર્ચ ના રોજ સંસાર ત્યાગી સંયમનો માર્ગ અપનાવી સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરશે. ત્યારે તે પહેલા મોડાસા ખાતે ધ્વનિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સામાન્ય રીતે ખુબ ઓછા લોકો સીએ જેવી જટિલ પરીક્ષા પાસ કરતા હોય છે ત્યારે ધ્વનિ શાહે સીએ થયા બાદ પણ સંસાર ત્યાગ કરી હવે સન્યાસી થવાનો માર્ગ અપનાવી ધર્મનો માર્ગ સ્વીકાર્યો છે. ધ્વનિ એ જણાવ્યું હતું કે સંયમના માર્ગ પર જે સુખ મળવાનું છે તે સુખ કરોડો રૂપિયા હોવા છતાં પણ સંસારમાં મળવાનું નથી અને આજ વિચારે મેં દીક્ષા ગ્રહણ કરી મુમુક્ષુ બનવાનું નક્કી કર્યું છે અને આ સંયમનો માર્ગ અપનાવ્યો છે. ઘ્વની એ આ માર્ગે જવામાં તેના પરિવારજનો સહિત માતા પિતાનો મોટો સાથ સહકાર હોવાનું પણ જણાવ્યું હતું.
ગુજરાત
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Gujarat Weather Update: રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
આગળ જુઓ




















