Ahmedabad: રિક્ષામાં ફરજિયાત ડિજિટલ મીટર લગાવવાનું શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું માત્ર કાગળ પર..!
અમદાવાદમાં રિક્ષામાં ફરજિયાત ડિજિટલ મીટર લગાવવાનું શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું માત્ર કાગળ પર. એબીપી અસ્મિતાની ટીમે મણિનગર રેલવે સ્ટેશન પાસે રિયાલીટી ચેક કર્યું.. જેમાં મોટાભાગની રિક્ષામાં ડિજિટલ મીટર તો જોવા મળ્યા નહીં. રિક્ષામાં મીટર ન હોવા પર ચાલકે જવાબ આપ્યો કે. ગ્રાહકો નથી ઈચ્છતા કે મીટરથી ભાડું ચૂકવી નિર્ધારિત સ્થળે પહોંચે. એટલું જ નહીં મુસાફરો ઉચ્ચક રુપિયા ચૂકવીને જ રિક્ષામાં મુસાફરી કરતા હોય છે. જો કે ડિજિટલ મીટર હોય તે રિક્ષામાં મુસાફર મુસાફરી સમયે રોકાણ કરશે તો તેનો ચાર્જ પણ ચાલક વસૂલી શકશે.. જો કે શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ એક જાન્યુઆરી 2025થી જે રિક્ષામાં મીટર ન હોય તેની સામે કડક કાર્યવાહીની વાત કરી હતી.




















