Chandola Dimolition:મનપાની નફ્ફટાઈના કારણે ચંડોળા તળાવના ડિમોલિશનનું કામ અટક્યું, બુલડોઝરને બ્રેક
Chandola Dimolition:મનપાની નફ્ફટાઈના કારણે ચંડોળા તળાવના ડિમોલિશનનું કામ અટક્યું, બુલડોઝરને લાગી બ્રેક
અમદાવાદ કોર્પોરેશનની નફફ્ટાઈને કારણે ચંડોળામાં ડિમોલેશનની કામગીરી હવે અટકી પડી છે. ચંડોળાની એક એક ઇંચ જમીન ખાલી કરવાની સરકારની વાર્તા પોકળ સાબિત થઈ રહી છે. અખબારી અહેવાલો પ્રમાણે ચંડોળા તળાવમાં બુલડોઝર કાર્યવાહીને બ્રેક લાગી છે. ડિમોલિશનનું કામ બંધ કરાયું કે યથાવત રહેશે તે મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાએ કોઈ જ સ્પષ્ટતા નથી કરી. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. તળાવની એક લાખ ચોરસ મીટર જગ્યામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દુર કર્યા હતા.




















