Chandola Lake: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારના કુખ્યાત લલ્લા બિહારીને સાથે રાખીને ક્રાઈમબ્રાન્ચે કર્યુ રિ-કન્સ્ટ્રક્શન
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારના કુખ્યાત લલ્લા બિહારીને સાથે રાખીને ક્રાઈમબ્રાન્ચે કર્યુ રિ-કન્સ્ટ્રક્શન.. 20 20 વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં રાજ કરતો. લલ્લા બિહારીને લઈને ફાર્મ હાઉસના સ્થળ પર લઈ જતા પહેલા મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. લલ્લા બિહારીને લઈને ક્રાઈમબ્રાન્ચની ટીમ ગેરકાયદે ઉભા કરાયેલા ફાર્મ હાઉસના સ્થળે પહોંચી. જ્યાં લલ્લા બિહારીને સાથે રાખીને ક્રાઈમબ્રાન્ચની ટીમે પંચનામું કરવા સહિતની કાનૂની પ્રક્રિયા હાથ ધરી. લલ્લા બિહારીએ કાળી કમાણીથી આલિશાન ફાર્મ હાઉસ ઉભુ કર્યુ હતુ. એ જ આલિશાન ફાર્મ હાઉસમાં લલ્લા બિહારી અસામાજિક પ્રવૃતિઓને અંજામ આપતો હતો. હાલ લલ્લા બિહારી છ દિવસના રિમાન્ડ પર છે ત્યારે ક્રાઈમબ્રાન્ચની ટીમ પણ તેના વિરૂદ્ધ વધુમાં વધુ પૂરાવા એકત્ર કરવામાં લાગી છે.




















