Gujarat Corona Cases : ગુજરાતમાં 3 વર્ષ બાદ કોરાનાથી પ્રથમ મૃત્યુ, અમદાવાદમાં મહિલાનું થયું મોત
Gujarat Corona Cases : ગુજરાતમાં 3 વર્ષ બાદ કોરાનાથી પ્રથમ મૃત્યુ, અમદાવાદમાં મહિલાનું થયું મોત
Gujarat Corona: ફરી એકવાર દુનિયાને કોરોના ડરાવવા લાગ્યો છે, વર્ષ 2020માં ભયાનક તબાહી મચાવનારા કૉવિડ-19એ દેશ અને ખાસ કરીને ગુજરાતમાં માથુ ઉંચક્યુ છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, એટલું જ નહીં આજે એટલે કે ત્રણ વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ નોંધાયુ છે, આ મૃત્યુની સાથે જ તંત્ર પણ પણ દોડતુ થઇ ગયુ છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના 320 દર્દીઓ છે જે સારવાર હેઠળ છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. તાજા હેલ્થ અપડેટમાં સામે આવેલી માહિતી ચોંકાવનારી છે, ગુજરાતમાં ત્રણ વર્ષ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ નોંધાયુ છે. અમદાવાદની 46 વર્ષીય કોરોના સંક્રમિત મહિલાનું મૃત્યુ થયુ છે. કોરોનાની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે કોરોનાના 320 એક્ટિવ કેસો છે, કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયુ છે, આ લિસ્ટમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્લી બાદ ગુજરાતનો ચોથા ક્રમાંક છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો વધારો નોંધાયો છે. જો આ સ્થિતિ યથાવત રહી તો ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે.




















