Gujarat Heavy Rain : સતત બીજા દિવસે આફતનો વરસાદ , કચ્છ અને તળાજામાં કરા સાથે ખાબક્યો વરસાદ
Gujarat Heavy Rain : સતત બીજા દિવસે આફતનો વરસાદ , કચ્છ અને તળાજામાં કરા સાથે ખાબક્યો વરસાદ
ભાવનગર જિલ્લાના પાલીતાણા મિની વાવાઝોડા સાથે વરસાદ. ભારે પવનના કારણે પાલીતાણા તળેટી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા અલગ-અલગ ત્રણ જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા છે. મેવાડ ધર્મશાળા નજીક વૃક્ષ રોડ પર થરાશાયી થયું છે. રોડ પર અવર-જવર ઓછી હોવાથી સદનસીબે જાનહાની ટળી છે. હાલ તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે.
રાજકોટમાં બીજા દિવસે ધોધમાર વરસાદ. શહેરમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ . સાધુ વાસવાણી રોડ , કાલાવડ રોડ , રેસ કોર્સ , 150 ફૂટ રીંગરોડ સહિતના વિસ્તારમાં વરસાદ. કમોસમી વરસાદને લીધે ખેત પેદાશો ને નુકસાન. સુરતમાં ધીમીધારે વરસાદ. વાહન ચાલકો ધીમીગતિએ વાહનો હંકારવા મજબૂર .
કોડીનાર અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં છૂટો છવાયો કમોસમી વરસાદ. ગાજ વીજ સાથે છૂટો છવાયા વરસાદનું આગમન. કેસર કેરી પકવતા તેમજ અડદ મગ સહિત ના પાકો લેતા ખેડૂતો ની મુશ્કેલી વધી. કોડીનાર ના દેવળી પીપળી કડોદરા દુદાના ઉચવડ રોણાજ દામલી મિતિયાજ છારા સહિત ના ગામોમાં છૂટો છવાયો વરસાદ.





















