Imran Khedawala: ફિલ્મફેર એવોર્ડ સમયે રોડ કેમ બન્યા ?: સંકલન સમિતિની બેઠકમાં ખેડાવાલાના સવાલ
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી પર યોજાઈ સંકલન સમિતિની બેઠક. બેઠકમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવતા કહ્યું કે ફિલ્મફેર એવોર્ડ સમયે રોડ બન્યા તો વર્ષના બાકીના દિવસોમાં કેમ ખાડાવાળો રોડ જોવા મળે છે. અભિનેતાઓ માટે રાતોરાત સારા રોડ બનાવવામાં આવે છે.. બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન નહીં, પણ અમદાવાદની જનતા ભરે છે ટેક્સ.. મહાનગરપાલિકા ક્યારેક તો અમદાવાદના નાગરિકોની દરકાર કરે. એટલુ જ નહીં. કોટ વિસ્તારમાં મહાનગરપાલિકાની 36 શાળાઓ જર્જરીત હોવાની પણ ઈમરાન ખેડાવાલાએ રજુઆત કરી. બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોએ સિંચાઈ, વરસાદી પાણી, સાફસફાઈ, રસ્તાઓ અને ગેરકાયદે દબાણો દૂર કરવા સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.. તો શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર સહાયતા કેન્દ્ર સહિતના મુદ્દે રજૂઆતો કરાઈ..
















