સુરતના રેલવેસ્ટેશન પર કામદારોએ જમવાનું ફેંકી દીધાનો વીડિયો થયો વાયરલ, જાણો શું છે સચ્ચાઇ?
સુરતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઇ શકાય છે કે કામદારોએ ચાલુ ટ્રેનમાંથી ફૂડ પેકેટ રેલવે પ્લેટફોર્મ ઉપર ફેંકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સુરતનો છે જોકે, કેટલાક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો સુરતનો નથી પરંતુ પશ્વિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશનનો છે.
આ વીડિયો પશ્વિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશનનો છે. જે મુસાફરો છે તે કેરલના બિહારથી દાનાપુર જઇ રહ્યા હતા. હાલમાં દેશમાં અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા મુસાફરોને વતન પહોંચાડવા માટે શ્રમિક ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આવી જ બે ટ્રેન કેરલથી નીકળી આસનસોલથી પસાર થઇ બિહારના દાનાપુર 4 મેના રોજ પહોંચી હતી. રિપોર્ટ અનુસાર આસનસોલ રેલવે સ્ટેશન પર કામદારોએ જમવાનું અને પાણી આપવામાં આવ્યું હતું. પરંતુ જમવામાં વાસ આવતા કામદારોએ સ્ટેશન પર જ ખાવાનું ફેંકી દીધું હતું અને આસનસોલ રેલવે વહીવટીતંત્ર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.