Corruption in RCC Road: આણંદથી વડોદરાને જોડતા RCC રોડમાં ગાબડુ પડતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી
આણંદથી વડોદરાને જોડતા RCC રોડમાં ભીમપુરા પાસે ગાબડુ પડતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી. 26 કરોડના ખર્ચે બની રહેલા RCC રોડમાં સળિયા વગર જ રોડનું કામ કરાયાનું સામે આવ્યું. શેરખી, કોયલી, સિંધરોટ, અનઘડ, ઉમેટા, આંકલાવ, બોરસદ અને આણંદને જોડતા મુખ્ય રોડનું 26 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ તરફથી નિર્માણ કરાઈ રહ્યું છે.. હાલ આ રોડની કામગીરી ઉમેટા, ભીમપુરા, સેવાસી સુધી ચાલી રહ્યું છે. જોકે ભીમપુરા ગામે પાણીની લાઈન પર RCC રોડનો એક ભાગ બેસી ગયો અને મોટુ ભંગાણ સર્જાયું. RCCમાં ગાબડુ પડતા અંદર કોઈ સ્ટીલ કે લોખંડનો ઉપયોગ જ ન થયાનો આરોપ લાગ્યો છે. આ અંગે સ્થાનિકોએ સરકારને પત્ર પાઠવી રોડના કામમાં ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરાવવાની માગ કરી છે.





















