Kheda School Holiday: ખેડામાં ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલોમાં રજા જાહેર, જુઓ મોટા સમાચાર
ભારે વરસાદની આગાહીથી ખેડા જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં આજે આંગણવાડી, પ્રાથમિક શાળામાં રજા જાહેર કરાઈ છે. આજે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કેટલાક વિસ્તારો તો હજુ પણ જળમગ્ન છે, ત્યારે આજે પણ જે રીતે વરસાદની આગાહી છે તેને જોતા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય ખેડામાં લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગુજરાત પર ચાર વરસાદી સિસ્ટમ સક્રીય થતાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં ખેડામાં પણ આજે ભારે વરસાદની આગાહી છે. જેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.