શોધખોળ કરો
આણંદમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે ટ્યુશન ક્લાસ, માસ્ક વગર જોવા મળ્યા વિદ્યાર્થીઓ
કોરોના કાળમાં સ્કૂલ-કોલેજો અને ટ્યુશન ક્લાસિસોને બંધ રાખવાના સરકારના આદેશ છે. જોકે આણંદ સ્ટેશન રોડ પર આવેલી ડી.એન.હાઈસ્કૂલ પાસે ખૂલ્લેઆમ ટ્યુશન ક્લાસિસો ધમધમી રહ્યા છે. માધવ ટ્યુશન ક્લાસિસના સંચાલકોએ સરકારના આદેશનો અનાદર કરી ટ્યુશન ક્લાસિસ ચલાવી રહ્યા છે. આટલું જ નહીં ક્લાસિસમાં માસ્ક વગર 20થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા કેમેરામાં કેદ થયા હતા. જોકે એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચતા જ ટ્યુશન ક્લાસિસના સંચાલકે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
આગળ જુઓ





















