Bhavnagar: જૂની અદાવતમાં બબાલ, મકાનમાં ચાંપી દેવાઈ આગ Watch Video
Bhavnagar:જૂની અદાવતમાં બબાલ, મકાનમાં ચાંપી દેવાઈ આગ Watch Video
ભાવનગરમાં પોલીસની ધાક ન હોય તેવા સમાચાર સામે આવ્યા છે.. અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ન રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો ત્રણ દિવસ પહેલા થયેલી હત્યાની અદાવતમાં ફરિયાદી પક્ષ તરીકે આરોપીના ઘર પર જ્વલનશીલ પ્રવાહીની બોટલો ફેંકી ત્રણ ઘરમાં આગ ચાંપી કરી દેવામાં આવી છે. રાત્રીના બનેલી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. રાત્રીના ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે..મકાન પર આગ લગાવવાના બનાવમાં અસામાજિક તત્વો દ્વારા વાહનોને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.. ઉપદ્રવીઓ એક્ટિવા બાઇક ઉપર આવ્યા હતા અને જ્વલનશીલ પ્રવાહીની બોટલનો ઘા કરીને મકાનમાં આગ ચંપી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે..





















