Bhavnagar Scuffle : ભાવનગરમાં ભાજપ નેતાની મારામારી, વીડિયો થયો વાયરલ
Bhavnagar Scuffle : ભાવનગરમાં ભાજપ નેતાની મારામારી, વીડિયો થયો વાયરલ
પાલીતાણામાં બે દિવસ પહેલાં થયેલી મારામારીનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જામવાળી ગામે બે જૂથ વચ્ચે મોબાઈલમાં મેસેજ બાબતે અથડામણ થઈ. સાત લોકો ઈજાગ્રસ્ત થયા. તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય તુલસી ચૌહાણ પણ ઈજાગ્રસ્ત થયા હતા. વીડિયોમાં તેઓ પણ મારામારી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે કાર્યવાહી ચાલુ છે. જામવાળી ગામની આ ઘટના છે, જેનો વીડિયો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. બંને જૂથ સામસામે લાકડાના ફટકા મારી રહ્યા છે, દંડા એકબીજાને ફટકારી રહ્યા છે, કેટલાક લોકો વચ્ચે પડી રહ્યા છે. બંને જૂથને અટકાવી રહ્યા છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી પણ જાણકારી છે. ભાજપ નેતા તુલસી ચૌહાણ પણ વીડિયોમાં મારામારી કરતા જોવા મળી રહ્યા છે. બંને જૂથ તરફથી લોકો ઈજાગ્રસ્ત થયા છે.





















