Bhavnagar Mayor: ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમા પર, ભાવનગર મેયરની પોસ્ટથી ખળભળાટ
Bhavnagar Mayor: ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમા પર, ભાવનગર મેયરની પોસ્ટથી ખળભળાટ
ભાવનગર ભાજપમાં આંતરિક જૂથબંધીની પરાકાષ્ઠા જોવા મળી.. ભાવનગર મેયર અને શહેર સંગઠનનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો.. ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડે ભાજપના ગ્રુપમાં પોસ્ટ મૂકી કે "જો મને ખોટી રીતના દબાવશો તો જાહેરમાં આત્મવિલોપન કરી લઈશ. હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા કંઈકના રાઝ ખોલતો જઈશ." રાત્રે સાડા અગિયાર વાગ્યે મેયરે ગ્રુપમાં આ પોસ્ટ કરી હતી.. જો કે તાત્કાલિક ગ્રુપ એડમિને આ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી.. એક તરફ ભાવનગરમાં આજે પ્રભારી રત્નાકરજી આવી રહ્યા છે... ત્યારે ભાજપના ગ્રુપમાં આ ઉકળતો ચરું સામે આવ્યો.. આમ તો શહેર ભાજપ અને કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ગ્રુપીઝમ ચાલી રહ્યું છે.. જે રાજકારણમાં ચર્ચાની એરણે છે..
ભાવનગર મહાનગરપાલિકા અને શહેર સંગઠનનો આંતરિક વિવાદ હવે ચરમશીમા પર આવી ગયો છે. મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડે ભાજપના ગ્રુપમાં પોસ્ટ મૂકી કે "જો મને ખોટી રીતના દબાવશો તો જાહેરમાં આત્મવિલોપન કરી લઈશ" હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા કંઈકના રાજ ખોલતો જાયશ. ભાવનગરમાં આજે પ્રભારી રત્નાકરજી આવી રહ્યા છે ત્યારે ભાજપના ગ્રુપમાંનો આ ઉકળતો ચરું સામે આવ્યો છે. શહેર ભાજપ અને કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ગ્રુપ્રિઝમ ચાલી રહ્યા છે. ગત રાત્રે 11:30 એ મેયરની પોસ્ટથી ભાજપના ગ્રુપમાં હલચલ મચી હતી અને તાત્કાલિક ગ્રુપ એડમીન દ્વારા તમામ પોસ્ટ ને ડીલીટ પણ કરવામાં આવી હતી.














