Mahisagar news: મહીસાગરમાં હાઈડ્રોપાવર પ્લાન્ટમાં દુર્ઘટના, પાંચ પૈકી બે યુવકના મૃતદેહ મળી આવ્યા
મહીસાગર જિલ્લાના દોલતપુરાની અંજતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના હાઈડ્રો પાવર પ્લાન્ટના કૂવામાં ડુબેલા પાંચ પૈકી બે યુવકના મૃતદેહ મળ્યા છે. વડોદરા અને લુણાવાડા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ,NDRF,SDRFએ 32 કલાકની જહેમત બાદ નરેશ સોલંકી અને શૈલેષ માછી નામના યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.. જ્યારે ભરત પાદરીયા, અરવિંદ ડામોર અને નરેશભાઈ નામના અન્ય યુવકોની શોધખોળ ચાલી રહી છે. પાણીની અંદર ઓઈલ ભળી ગયુ હોવાથી રેસ્ક્યુની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. અંડર વોટર કેમેરા મંગાવીને શોધખોળ તો હાથ ધરવામાં આવી છે.. પરંતુ ગંદા અને ઓઈલ મિશ્રિત પાણી હોવાને લીધે અંદર કઈ દેખાતુ નથી.. એટલુ જ નહીં.. અંદર પણ નાના નાના કૂવા બનેલા છે અને મશીનરી હોવાને લીધે રેસ્ક્યુની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે..




















