Ambalal Patel Forecast: વાવાઝોડું 'શક્તિ' આવશે કે સમાઈ જશે દરિયામાં?, અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઇને કેટલાક અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના આંકલન મુજબ સંભવિત શક્તિ વાવાઝોડાનો હજુ સ્પષ્ટ ટ્રેક નથી થયો. વાવાઝોડું આવશે કે નહી તેને લઈ કહી પણ કહેવું મુશ્કેલી છે. હજુ વાવાઝોડું સંતાકૂકડી રમી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણએ કર્ણાટક, ગોવાના ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. 28થી જૂનની શરૂઆતમાં સમુદ્રમાં લોપ્રેશર બનવાની શક્યતા છે.
જો કે રાજ્યમાં વાવાઝોડું આવશે તે કહેવું મુશ્કેલ છે. વાવાઝોડું આવે તો પણ બીપરઝોય જેવું વિનાશક પ્રચંડ નહી હોય, વાવાઝોડું નહિ આવે તો પણ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ બની રહેશે. વાવાઝોડાની સામે તેને તોડનારી શક્તિ પણ દરિયામાં તૈયાર હોવાથી વાવાઝોડાના શક્તિ ઓછી થઇ જશે. જો કે આ સમય દરમિયાન અંબાલાલે દરિયા ન ખેડનાની અને દરિયો તોફાની રહેવાની આગાહી કરી છે.


















