Ambalal Patel on Shakti Cyclone: ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો!, 100 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતમાં આબોહવામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે આવનારા દિવસોમાં રાજ્યના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી માહોલ જોવા મળશે. શક્તિ વાવાઝોડું હાલ દ્વારકા તરફ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકી શકે એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે આ વાવાઝોડાની અસર વધુ દેખાશે.
અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે 6થી 9 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વીજપોલ અને વૃક્ષો ધરાશાઈ થવાની શક્યતા છે, સાથે જ દરિયામાં ભારે કરંટ સર્જાઈ શકે છે. દ્વારકા નજીક પહોંચતાં વાવાઝોડું થોડી નબળાઈ દર્શાવશે તેવી ધારણા છે.


















