Amreli Dangerous Game:40 વિદ્યાર્થીઓ હાથ પર મારી બ્લેડ, 10 રૂપિયાની મળી ઓફર | Abp Asmita
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં આ ચૌકાવનારી ઘટના સામે આવી છે. અહીં 40 વિદ્યાર્થીઓએ એક સાથે બ્લેડથી કાપા મારતા ચકચા મચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, વીડિયો ગેમના રવાડે ચડેલા એક વિદ્યાર્થીએ જ અન્યને ટાસ્ક આપી રહ્યાં હતા. એક વિદ્યાર્થીએ આ રીતે બ્લેડથી હાથ પર કાપા મારવાના ટાસ્ક આપવાની સાથે 10 રૂપિયા આપવાની ઓફર કરી હતી. જેના પગલે 40 વિદ્યાર્થીઓ આ ગેમના રવાડે ચઢીને કાપા માર્યાં હતા. આ ઘટનાનો ઘરે ઉલ્લેખ ન કરવાની પણ ધમકી આપવામાં આવી હતી, આઠ દિવસ પહેલા ઘટના બની હોવાનો અખબારી અહેવાલમાં દાવો છે. આ ઘટનાને લઇને 2 વાલીઓએ ગ્રામ પંચાયતનું ધ્યાન દોર્યું હતું અને સમગ્ર ઘટના પ્રકાસમાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના વીડિયો ગેમના રવાડે ચઢીને એક બીજાને ટાસ્ક આપતા હોવાના કારણે બની હોય તેવું તારણ સામે આવ્યું છે. વિદ્યાર્થી બ્લેડમાં કાપા મારે તેના બદલામાં 10 રૂપિયા આપવાની ઓફર કરવામાં આવતી હતી.
સમગ્ર ઘટનાનો સૂત્રઘાર ધોરણ 7મા ભણતો એક છાત્ર હોવાનું સામે આવ્યો છે. જેને જેને વિડિયો ગેમના રવાડે ચઢીને તેમના સહપાઠીને બ્લેડથી તમારા હાથ પર કાપા મારવાની અને તમને 10 રૂપિયા આપવાની ઓફર આપી હતી. આ ટાસ્કમાં ધીરે ધીરે સમગ્ર શાળાના બાળકો જોડયા હતા. આ મોટા મુંજીયાસરની શાળામાં 300 છાત્રો અભ્યાસ કરે છે.

















