Amreli rain | ધોધમાર વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારોની થઈ કંઈક આવી સ્થિતિ, જુઓ વીડિયોમાં
આગામી સાત દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગઈકાલે બપોર બાદ રાજ્યના ઘણા ખરા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. જેમાં ખાસ કરીને, અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અહીં લગભગ ત્રણ કલાકમાં અંદાજીત ત્રણ ઈંટ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના લીધે ઠેર-ઠેર પાણી ભરાયા છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે વરસાદી પાણીથી ખેતરો છલકાયા હતા...
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં થઇ શકે છે. ખાસ કરીને 22 જૂન બાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આજે પંચમહાલ,દાહોદ,વડોદરામાં પણ વરસાદ પડી શકે છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.