Anand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં
રાજ્યમાં સમૂહ લગ્નમાં ફરી એક વખત વિવાદ થયો છે. આણંદમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નમાં કરિયાવરને લઈ વિવાદ સામે આવ્યો છે. પેટલાદમાં જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટલાદ પાલિકા કોમ્યુનિટી હોલમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત જેટલા વર-કન્યાએ લગ્નના બંધનમાં બંધાવા માટે ભાગ લીધો હતો.
આણંદના આ સમૂહ લગ્નમાં કરિયાવરની વસ્તુ ન આપતા સમૂહ લગ્નમાં માથાકૂટ થઈ હતી. જમવાની વ્યવસ્થા પણ ન થતા વર પક્ષ અને કન્યા પક્ષના લોકો રોષે ભરાયા હતા. સમૂહ લગ્નમાં ભાગ લેનાર આ સાત વર-કન્યા પક્ષ પાસેથી 21000 રૂપિયા લેવામાં આવ્યા હતા. સમગ્ર બાબતમાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પેટલાદ પોલીસે વિપુલ સોલંકી નામના આયોજકની અટકાયત કરી છે. પોલીસે હાલ તો આ સમગ્ર સમૂહ લગ્ન વિવાદને લઈ તપાસ હાથ ધરી છે.



















