Rathyatra 2025 : હાથમાં ખંજરી લઈ મહિલા ભક્તોએ રેલાવ્યા સૂર, જુઓ વીડિયોમાં
હાથમાં ખંજરી લઈ મહિલા ભક્તોએ રેલાવ્યા સૂર, જુઓ વીડિયોમાં
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારના 4 વાગ્યથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આરતીમાં હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું
















