Bharuch News: અંકલેશ્વરમાંથી શંકાસ્પદ કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો.
ભરૂચના અંકલેશ્વરમાંથી શંકાસ્પદ કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપાયું. ટેન્કર સહિત 27.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. ટેન્કર ચાલકની પોલીસે અટકાયત કરી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ કેમીકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે ચાલક શની ગૌતમને ઝડપી પાડ્યો. બાતમીના આધારે રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર બનાસ બલ્ક કેરીયર ટ્રાન્સપોર્ટના પાર્કીંગમાં તપાસ કરતા તેમાંથી કેમીકલ મળી આવ્યું હતું.. ચાલક શની ગૌતમ પાસે શંકાસ્પદ કેમિકલના બીલના પુરાવા માંગતા બીલમાં જણાવ્યા મુજબનુ નહીં હોવાનું જણાતા જી.પી.સી.બી તથા એફ.એસ.એલ.ની ટિમને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરાવીને ટેન્કરમાંથી તથા કંપનીમાંથી પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા.એલસીબી પોલીસે કુલ રૂપિયા 27 લાખ 15 હજાર 600 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.