Big Breaking: અનામત આંદોલન સમયના કેસો ખેંચાશે પાછા! | Abp Asmita| 7-2-2025
Big Breaking: અનામત આંદોલન સમયના કેસો ખેંચાશે પાછા! | Abp Asmita| 7-2-2025
ગુજરાતમાં 10 વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતુ. આ પાટીદાર આંદોલને પગલે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ હતી. આ સાથે અનેક પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસ પણ નોંધાયા હતા. ત્યારે આજે પાટીદાર નેતા દિનેશ બાંભણીયાની એક ટ્વિટે ફરીથી પાટીદાર આંદોલનની ચર્ચા જગાવી છે. બાંભણિયાએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુખ્ય કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા છે. આ સાથે સરકારનો આભાર પણ માન્યો છે. જોકે, આ અંગે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ જાહેરાત કરવામાં નથી આવી.





















