Amreli News | રાજુલાના ભાક્ષી ગામ પાસે ધાતરવડી નદી પરનો બ્રિજ બિસ્માર હાલતમાં, જુઓ વીડિયો
રાજય ભરમાં બ્રિજ તૂટવાની ઘટનાનો સિલસિલો યથાવત છે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકામાં ખાંભા મહુવા હાઇવે ઉપર ભાક્ષી ગામ નજીક ધાતરવડી નદી ઉપર આવેલ બ્રિજ અતિ જોખમી બન્યો છે અહીં બ્રિજ વચ્ચે બે ભાગ થયા રીતસર સ્ટેટ હાઇવેના ટુકડા હોવાને કારણે નીચે ઘાતરવડી નદી દેખાય રહી છે આસપાસ ભરડીયા હોવાને કારણે મહાકાય ભારે વાહનો ધમધમી રહ્યા છે આસપાસના વાહન ચાલકોમાં પણ ભય છવાયો છે બીજી તરફ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સમારકામ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે વધુ જોખમી સ્થિતિ સર્જાય છે સ્થાનિક આસપાસના લોકોનો આક્ષેપ છે અહીં મોટા ભરડીયા ધમધમતા હોવાને કારણે બ્લાસ્ટિંગના કારણે આ બ્રિજની હાલત અત્યંત જોખમી બની છે ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શકયતા છે ઉપરાંત સરકાર દ્વારા તાકીદે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરાય છે





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
