Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો. લઘુતમ તાપમાન આવ્યું નીચું.અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.7 ડિગ્રી આસપાસ રહ્યું. સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું ગાંધીનગરમાં. રાજ્યના 12 જિલ્લાઓમાં 20 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન
રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો. 12 શહેરમાં 20 ડિગ્રીથી નીચું નોંધાયું તાપમાન. પાટનગર ગાંધીનગર 14 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર. તો અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થયો. અમદાવાદમાં 14.7 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું . છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં નવેમ્બરમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે. અગાઉ 2023માં 15.6, 2024માં 15.7 ડિગ્રી સાથે નવેમ્બર માસનું સૌથી નીચું તાપમાન હતું.. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહેશે. તો 12 શહેરમાં પણ લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો. નલિયામાં 15.4, વડોદરામાં 15.6, ડીસામાં 15.8, અમરેલીમાં 16, રાજકોટમાં 16.4, જામનગરમાં 18.4, પોરબંદરમાં 18.5, સુરતમાં 18.6, ભાવનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું...
















