(Source: ECI/ABP News/ABP Majha)
Dahod Rain | દાહોદ જિલ્લામાં વહેલી સવારે પડ્યું માવઠું, લોકો છત્રી-રેઇન કોટ સાથે જોવા મળ્યા
Dahod Rain | હવામાન વિભાગની આગાહીને લઈને દાહોદ જિલ્લામાં મોડી રાતથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને દાહોદ શહેરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા માંડ્ય એક તરફ કડકડા થી ઠંડી અને ત્યારબાદ મોવટું પડતા લોકોને ઠંડી સામે રક્ષણમાં જેકેટની જગ્યાએ રેઇનકોટ અને છત્રી કાઢવાનો વારો આવ્યો હતો રાત્રિ દરમિયાન વીજળીના કડાકાને ધડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી જોવા મળ્યું હતું ત્યારે વહેલી સવારથી જ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને દાહોદ ગરબાડા દેવગઢબારિયા ધાનપુર સંજેલી મીરાખેડી સહિત વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ત્યાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો વહેલી સવારે વરસાદ વરસતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે માવઠાની અસર અને ચિંતા જોવા મળી હતી ખેડૂતોમાં કે જ્યાં ફેર એક વાર કમોસમી વરસાદને પાકને લઈ ચિંતા વ્યક્ત કરાઈ હતી જો વધુ વરસાદ વરસે તો પાકને નુકસાન થવાની પણ વિધિ સેવાઈ રહી છેવરસાદ ને લઇ જીલાં ઠંડી નો ચમકારો જોવા માંડ્યો હતો.