Dang Weather News: સાપુતારામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ નજારો વીડિયોમાં
Dang Weather News: સાપુતારામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ નજારો વીડિયોમાં
ડાંગમાં રાત્રે વરસાદ બાદ સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. સનરાઈસ પોઈન્ટ ટેબલ અને સનસેટ પોઈન્ટ પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.. ગિરીમથક સાપુતારાના આ દ્રશ્યો છે જ્યાં આજે પણ સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે..સાપુતારા સહિત વઘઇ,આહવા, સુબીર,ચિંચલી, વિસ્તારમાં વરસાદ તુટી પડતાં ચોમાસામાં પકવેલ ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતોને નુકશાની વેઠવાની નોબત ઉભી થતા ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા.ગિરીમથક સાપુતારા સહિત ડાંગનાં મુખ્યમથકો જેવા કે વઘઇ,સુબિરમાં વરસાદી માહોલનાં પગલે બજારો સુમસામ ભાસી રહ્યાં હતા,જેના કારણે માઠી અસર થઇ હતી...





















