Forecast For Monsoon:ચોમાસામાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદનું અનુમાન, ક્યાં ઓછો ખાબકશે?
Forecast For Monsoon:ચોમાસામાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદનું અનુમાન, ક્યાં ઓછો ખાબકશે?
ગુજરાતમાં આ વખતે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ભારતના હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસામાં સારો વરસાદ થશે. ચોમાસું 2025ના પૂર્વાનુમાનમાં ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનાથી શરૂ થતા અને ચાર મહિના સુધી ચાલતી આ વરસાદી સિઝનમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પહેલાં ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટે પણ આગાહી કરતાં કહ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશમાં દેશભરમાં 105 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે.


















