Pushpa 2 Box Office Collection Day 1: 'પુષ્પા 2'ની 'ફાયર'માં 'સળગ્યા' તમામ રેકોર્ડ, કરી છપ્પરફાળ કમાણી
Pushpa 2 Box Office Collection Day 1: અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને તેણે પહેલા જ દિવસે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા
Pushpa 2 Box Office Collection Day 1: અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને તેણે પહેલા જ દિવસે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. 'પુષ્પા 2' એવી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી જેણે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ઓપનિંગ મેળવી હતી. વર્ષ 2021માં 'પુષ્પાઃ ધ રાઇઝ'એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા હતા અને હવે 'પુષ્પા 2' એ ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 165 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા
આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી હતી અને તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા. 'પુષ્પા 2' એ તેની રિલીઝના પહેલા જ દિવસે મજબૂત ઓપનિંગ કર્યું હતું અને અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
'પુષ્પા 2' એ રિલીઝના પહેલા દિવસે કેટલી કમાણી કરી?
‘પુષ્પા 2’ એ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. વાસ્તવમાં ફિલ્મના પહેલા દિવસનું પ્રી-ટિકિટ સેલ પણ બમ્પર રહ્યું હતું. અને આ એક્શન થ્રિલર થિયેટરોમાં આવતાની સાથે જ તેને જોવા માટે થિયેટરોમાં દર્શકોની લાંબી કતારો લાગી ગઈ હતી.આ સાથે 'પુષ્પા 2' પર રિલીઝના પહેલા જ દિવસે નોટોનો એવો વરસાદ થયો કે દરેક ફિલ્મના રેકોર્ડ ધોવાઈ ગયા. હવે 'પુષ્પા 2'ની શરૂઆતના દિવસની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.
-સૈકનિલ્કના અર્લી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'પુષ્પા 2' એ બુધવારે તેલુગુ ભાષામાં 10.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
-ફિલ્મે તેની રિલીઝના પહેલા દિવસે એટલે કે ગુરુવારે તમામ ભાષાઓ સહિત 165 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
-તેમાંથી તેલુગુમાં આ ફિલ્મે સૌથી વધુ 85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
-આ ફિલ્મે હિન્દીમાં 67 કરોડ રૂપિયા, તમિલમાં 7 કરોડ રૂપિયા, કન્નડમાં 1 કરોડ રૂપિયા અને મલયાલમમાં 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
-આ સાથે પુષ્પા 2 એ પહેલા દિવસે 175.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. (આમાં ફિલ્મના તેલુગુ પેઇડ પ્રીવ્યૂના ડેટા પણ સામેલ છે)
જો કે આ પ્રારંભિક આંકડા છે, સત્તાવાર ડેટા આવ્યા બાદ તેમાં થોડો ફેરફાર થઈ શકે છે.
'પુષ્પા 2' સૌથી વધુ ઓપનર બની હતી
'પુષ્પા 2' એ શાહરુખ ખાનની પઠાણ (57 કરોડ) અને જવાન (75 કરોડ) ને પ્રભાસની કલ્કી 2898 એડી (95 કરોડ), યશની KGF 2 (116 કરોડ), રણબીર કપૂરની એનિમલ (63.80 કરોડ), જુનિયર એનટીઆર અને રામચરણની RRR (163 કરોડ), બાહુબલી 2 (121 કરોડ) સહિતની તમામ ફિલ્મોના શરૂઆતના દિવસના કલેક્શનને ધૂળ ચટાડી દીધી છે. આ સાથે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર બની ગઈ છે.
'પુષ્પા 2' વીકેન્ડના અંતે 250 કરોડનો આંકડો પાર કરશે
'પુષ્પા 2'નો ક્રેઝ લોકોમાં ખૂબ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 170 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. સપ્તાહના અંતે ફિલ્મની કમાણી વધુ વધવાની આશા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ શરૂઆતના વીકેન્ડના અંતે 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે અને વધુ એક નવો બેન્ચમાર્ક સેટ કરશે.
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન