Rain Forecast |આજે ફરી મેઘરાજા ઘમરોળી નાંખશે ગુજરાતના આટલા વિસ્તારોને, જુઓ મોટી આગાહી
રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે... અરવલ્લી, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, સુરત, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ વરસી શકે છે.. છેલ્લા બેથી ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે.. ત્યારે દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે...
જરાતમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. અત્યારે રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આ સાથે ગુજરાતમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.





















