Gujarat Rain News: રાજ્યમાં 24 કલાકમાં 232 તાલુકાઓમાં તૂટી પડ્યો વરસાદ | Abp Asmita
Gujarat Rain News: રાજ્યમાં 24 કલાકમાં 232 તાલુકાઓમાં તૂટી પડ્યો વરસાદ | Abp Asmita
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બંગાળી ખાડીમાં સર્જાયેલા લો પ્રેશન એરિયાના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ હજુ પણ વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગે આગામી 5 દિવસ ક્યાં હળવાથી મધ્યમ તો ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. 50 તાલુકામાં એકથી પોણા 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ચીખલીમાં 3.46 ઈંચ વરસાદ વરસ્યો છે.



















