Hun To Bolish : હું તો બોલીશ : મેળાના રંગમાં ભંગ
સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળ.14 ઓગ્સ્ટે સાંજે 5 વાગ્યે મેળાનું ઉદ્ધાટન થયું. પરંતુ પાંચ દિવસ ચાલનારા આ મેળાના રંગમાં ભંગ પડ્યો છે. કુલ 34 રાઈડમાંથી બપોર સુધી આજે 11 રાઈડ બંધ રહી. જો કે સાંજ સુધીમાં મોટાભાગની રાઈડ શરૂ થઈ ગઈ...હવે માત્ર 3 રાઈડ બંધ છે. વહીવટી તંત્ર, આર.એન.બી. વિભાગ અને પોલીસ વિભાગ મારફતે અત્યાર સુધી 31 રાઈડને મંજૂરી આપવામાં આવી છે. ફાઉન્ડેશન યોગ્ય ન ભરાતા 2 મોતના કૂવા અને એક રાઈડ બંધ રાખવામાં આવી છે. મેળો શરૂ થયાના પહેલા દિવસે 34માંથી 30 રાઈડ બંધ હતી. 4 રાઈડ જ ચાલુ હતી. બીજા દિવસે કુલ 34 રાઈડમાંથી 11 રાઈડ બંધ હતી જ્યારે 22 રાઈડ શરૂ કરવામાં આવી. ત્રીજા દિવસે એક રાઈડ અને 2 મોતના કુવા બંધ છે. આર.એન.બી. વિભાગનું સ્પષ્ટ કહેવું છે કે, મોતના કૂવાઓને કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારની કડક SOPને લઈને વહીવટી તંત્ર અને રાઈડ સંચાલકો વચ્ચે ખેંચતાણ વધી છે. તો બીજી તરફ લોકમેળાનો આનંદ માણવા સૌરાષ્ટ્રભરના લોકો રાજકોટ આવી પહોંચ્યા છે.




















