Diwali 2024: દિવાળી પર્વમાં ચાઈનીઝ નહીં માટીના કોડિયા ખરીદવા આગ્રહ
દિવાળીના પર્વને વધુ ઉજાસ અને રોશનીથી જગમગતો કરવા મહીસાગર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે અવનવા માટીના કોડિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે.. બદલાતા સમય અને ગ્રાહકોની માગ મુજબ માટીના વાસણ બનાવતા કારીગરો હવે અલગ અલગ ડિઝાઈન અને ફેન્સી કોડીયા બનાવીને રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે.. બજારમાં વેચાતી ચાઈનીઝ વસ્તુઓ વચ્ચે પણ લોકો હાથ બનાવટના તૈયાર કરેલા કોડીયા ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.. ત્યારે કારીગરો પણ લોકોને લોકલ આઈટમો ખરીદવા માટે અપીલ કરી રહ્યા છે.. નવરાત્રિમાં ગરબા તો દિવાળીના તહેવારમાં અલગ અલગ ડિઝાઈનના માટીના કોડીયાને રંગીને કારીગરો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.. ચાઈનીઝ કોડીયાને લીધે તેમના ધંધા પર અસર જરૂર પડી છે.. જો કે લોકો વધુમાં વધુ દેશી કોડીયાનો ઉપયોગ કરતા હોવાથી તેમનો વ્યવસાય પણ સારો ચાલે છે.. માટીના પરંપરાગત કોડીયા બનાવનાર કારીગરો પણ લોકોને માટીના કોડીયા અને માટીની વસ્તુઓ ખરીદવાનો અપીલ કરી રહ્યા છે.